હઝકિયેલ ૪૬:૧૨
સરદાર ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહને સારુ દહનીયાર્પણ તથા શાંત્યર્પણ ચઢાવે, ત્યારે તેને માટે પૂર્વ તરફનો દરવાજો એક વ્યક્તિ ખોલે, તે વિશ્રામવારના દિવસે રજૂ કરે, તેમ તે પોતાનું દહનીયાર્પણ તથા શાંત્યાર્પણ રજૂ કરે; પછી તે બહાર નીકળે અને તેના બહાર નીકળ્યા પછી તે દરવાજો બંધ કરે.હઝકિયેલ ૪૬:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 46:12
- When the prince prepares a free will offering, a burnt offering or peace offerings as a free will offering to the LORD, one shall open for him the gate that looks toward the east; and he shall prepare his burnt offering and his peace offerings, as he does on the Sabbath day. Then he shall go out; and after his going out one shall shut the gate.
- हिन्दी — यहेजकेल ४६:१२
- फिर जब प्रधान होमबलि या मेलबलि को स्वेच्छाबलि करके यहोवा के लिये तैयार करे, तब पूर्वमुखी फाटक उनके लिये खोला जाए, और वह अपना होमबलि या मेलबलि वैसे ही तैयार करे जैसे वह विश्रामदिन को करता है; तब वह निकले, और उसके निकलने के पीछे फाटक बन्द किया जाए।
સંદર્ભમાં
૧૦અને જયારે તેઓ અંદર જાય ત્યારે સરદાર તેઓની સાથે અંદર જાય, તેઓ બહાર નીકળે ત્યારે તે તેઓની સાથે બહાર નીકળે.
૧૧અને ઉજાણીઓમાં તથા મુકરર પર્વોમાં ખાદ્યાર્પણ તરીકે બળદ માટે એક એફાહ અને દરેક ઘેટા માટે એક એફાહ તથા હલવાન માટે તેની શક્તિ પ્રમાણે ચઢાવવું. દર એફાહ દીઠ એક હીન તેલ હોય.
૧૨સરદાર ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહને સારુ દહનીયાર્પણ તથા શાંત્યર્પણ ચઢાવે, ત્યારે તેને માટે પૂર્વ તરફનો દરવાજો એક વ્યક્તિ ખોલે, તે વિશ્રામવારના દિવસે રજૂ કરે, તેમ તે પોતાનું દહનીયાર્પણ તથા શાંત્યાર્પણ રજૂ કરે; પછી તે બહાર નીકળે અને તેના બહાર નીકળ્યા પછી તે દરવાજો બંધ કરે.
૧૩દરરોજ યહોવાહને દહનીયાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો એક વર્ષનો હલવાન ચઢાવવો, રોજ સવારે આ અર્પણ કરવું.
૧૪અને રોજ સવારે ખાદ્યાર્પણ તરીકે એક એફાહનો છઠ્ઠો ભાગ અને મેદાને મોવણ માટે એક હીન તેલનો ત્રીજો ભાગ, કાયમનાં વિધિ પ્રમાણે યહોવાહને સારુ ખાદ્યાર્પણ છે.
