હઝકિયેલ ૪૬:૧૯
પછી તે માણસ મને દરવાજાના પ્રવેશ દ્વારથી ઉત્તર તરફના મુખવાળી ઓરડીઓ જે યાજકોને સારુ હતી તેમાં લાવ્યો, જુઓ ત્યાં પશ્ચિમ તરફ એક સ્થળ હતું.હઝકિયેલ ૪૬:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 46:19
- Then he brought me through the entry, which was at the side of the gate, into the holy rooms for the priests, which looked toward the north. Behold, there was a place on the back part westward.
- हिन्दी — यहेजकेल ४६:१९
- फिर वह मुझे फाटक के एक ओर के द्वार से होकर याजकों की उत्तरमुखी पवित्र कोठरियों में ले गया; वहाँ पश्चिम ओर के कोने में एक स्थान था।
સંદર્ભમાં
૧૭પણ જો તે પોતાના વારસામાંથી પોતાના કોઈ ચાકરને ભેટ આપે, તો મુક્ત કરવાના વર્ષ સુધી તે ચાકરની માલિકીમાં રહે, પછી તે સરદારની પાસે પાછી આવે. તેનો વારસો તેના દીકરાઓને માટે જ રહે.
૧૮સરદારે લોકોને વારસો લઈને તેઓને પોતાના વતનમાંથી કાઢી મૂકવા નહીં, તેણે પોતાના દીકરાઓને પોતાની સંપત્તિમાંથી જ વારસો આપવો, જેથી મારા લોકો પોતાના વતનમાંથી વિખેરાઈ જાય નહિ.
૧૯પછી તે માણસ મને દરવાજાના પ્રવેશ દ્વારથી ઉત્તર તરફના મુખવાળી ઓરડીઓ જે યાજકોને સારુ હતી તેમાં લાવ્યો, જુઓ ત્યાં પશ્ચિમ તરફ એક સ્થળ હતું.
૨૦“તેણે મને કહ્યું, આ જગ્યાએ યાજકો દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ બાફે અને ખાદ્યાર્પણ પકાવે. તેઓ તેમને બહારના આંગણામાં લાવે નહિ કે, રખેને લોકો પવિત્ર કરી દેવાય.”
૨૧પછી તે મને બહારના આંગણામાં લાવ્યો અને તેણે મને આંગણાના ચારે ખૂણામાં ફેરવ્યો, જુઓ, ત્યાં બહારના આંગણાંના દરેક ખૂણામાં એકએક આંગણું હતું.
