હઝકિયેલ ૪૬:૨
સરદાર બહારના દરવાજાની ઓસરીના માર્ગે અંદર પ્રવેશ કરીને દરવાજાની બારસાખ આગળ ઊભો રહે, યાજક તેનું દહનીયાર્પણ તથા તેનાં શાંત્યર્પણો તૈયાર કરે. તે દરવાજાના ઉંબરા પર ઊભો રહીને ભજન કરે, પછી બહાર જાય, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.હઝકિયેલ ૪૬:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 46:2
- The prince shall enter by the way of the porch of the gate outside, and shall stand by the post of the gate; and the priests shall prepare his burnt offering and his peace offerings, and he shall worship at the threshold of the gate. Then he shall go out, but the gate shall not be shut until the evening.
- हिन्दी — यहेजकेल ४६:२
- प्रधान बाहर से फाटक के ओसारे के मार्ग से आकर फाटक के एक खम्भे के पास खड़ा हो जाए, और याजक उसका होमबलि और मेलबलि तैयार करें; और वह फाटक की डेवढ़ी पर दण्डवत् करे; तब वह बाहर जाए, और फाटक साँझ से पहले बन्द न किया जाए।
સંદર્ભમાં
૧પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘અંદરના આંગણાંનો દરવાજો જેનું મુખ પૂર્વ તરફ છે તે કામ કરવાના છ દિવસ બંધ રહે, પણ વિશ્રામવારને દિવસે અને ચંદ્રદર્શનને દિવસે તે ખોલવામાં આવશે.
૨સરદાર બહારના દરવાજાની ઓસરીના માર્ગે અંદર પ્રવેશ કરીને દરવાજાની બારસાખ આગળ ઊભો રહે, યાજક તેનું દહનીયાર્પણ તથા તેનાં શાંત્યર્પણો તૈયાર કરે. તે દરવાજાના ઉંબરા પર ઊભો રહીને ભજન કરે, પછી બહાર જાય, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.
૩વિશ્રામવારોના દિવસે તથા ચંદ્રદર્શનના દિવસે દેશના લોકો દરવાજા આગળ ઊભા રહીને યહોવાહનું ભજન કરે.
૪વિશ્રામવારને દિવસે સરદાર દહનીયાર્પણ તરીકે યહોવાહ આગળ ખોડખાંપણ વગરનાં છ હલવાન તથા ખોડખાંપણ વગરનો એક ઘેટો ચઢાવે.
