હઝકિયેલ ૪૭:૭
હું પાછો આવ્યો ત્યારે જુઓ તો, નદીને બન્ને કિનારે પુષ્કળ વૃક્ષો હતાં.હઝકિયેલ ૪૭:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 47:7
- Now when I had returned, behold, on the bank of the river were very many trees on the one side and on the other.
- हिन्दी — यहेजकेल ४७:७
- लौटकर मैंने क्या देखा, कि नदी के दोनों तटों पर बहुत से वृक्ष हैं। (यहे. 47:12)
સંદર્ભમાં
૫પછી તેણે એક હજાર હાથ અંતર માપ્યું, ત્યાં એક નદી હતી હું તેમાં થઈને જઈ શકતો ન હતો, તે ઘણી ઊંડી હતી. તેમાં તરી શકાય નહિ.
૬તે માણસે મને કહ્યું “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું?” તે મને બહાર લાવ્યો અને મને નદી કિનારે ચલાવ્યો.
૭હું પાછો આવ્યો ત્યારે જુઓ તો, નદીને બન્ને કિનારે પુષ્કળ વૃક્ષો હતાં.
૮તે માણસે મને કહ્યું, “આ પાણી પૂર્વ તરફના પ્રદેશમાં અને નીચે અરાબા સુધી જશે; તે પાણી વહીને ખારા સમુદ્રમાં જશે અને તેનાં પાણી મીઠાં થઈ જશે.
૯જ્યાં તે પાણી વહેશે ત્યાં બધી જાતનાં પશુઓનાં ટોળાં થશે. તેઓ જીવતાં રહેશે. આ પાણીને કારણે તેમાં માછલાંઓ થશે, ખારા સમુદ્રનું પાણી મીઠું થઈ જશે. જ્યાં જ્યાં આ નદી ગઈ છે ત્યાં દરેક વસ્તુમાં ચૈતન્ય આવશે.
