હઝકિયેલ ૪૮:૧૯
નગરમાં કામ કરતા લોકો, જેઓ ઇઝરાયલ કુળના છે તેઓ તે જમીન ખેડે.હઝકિયેલ ૪૮:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 48:19
- Those who labor in the city, out of all the tribes of Israel, shall cultivate it.
- हिन्दी — यहेजकेल ४८:१९
- इस्राएल के सारे गोत्रों में से जो नगर में परिश्रम करें, वे उसकी खेती किया करें।
સંદર્ભમાં
૧૭નગરના ગૌચરો ઉત્તર તરફ અઢીસો હાથ ઊંડાં, દક્ષિણે અઢીસો હાથ ઊંડાં, પૂર્વે અઢીસો હાથ ઊંડાં તથા પશ્ચિમે અઢીસો હાથ ઊંડાં થશે.
૧૮પવિત્ર અર્પણનો બચેલો ભાગ પૂર્વ તરફ દસ હજાર હાથ અને પશ્ચિમ તરફ દસ હજાર હાથ હોય. તે પવિત્ર અર્પણની લગોલગ હોય, તે નગરમાં કામ કરતા લોક માટે ખોરાકને અર્થે થાય.
૧૯નગરમાં કામ કરતા લોકો, જેઓ ઇઝરાયલ કુળના છે તેઓ તે જમીન ખેડે.
૨૦આ બધી અર્પણની લંબાઈ પચીસ હજાર હાથ અને પહોળાઈ પચીસ હજાર હાથ હોય, આ રીતે તું બધા સાથે મળીને નગરની ભૂમિ માટે પવિત્ર અર્પણ કરે.
૨૧પવિત્ર અર્પણની બીજી બાજુની બાકીની ભૂમિ તથા નગરનો ભાગ તે સરદારનો ગણાશે. સરદારની ભૂમિનો વિસ્તાર પૂર્વબાજુ પૂર્વ સરહદ સુધીનો પ્રદેશ પચીસ હજાર હાથ અને એ જ પ્રમાણે પશ્ચિમ બાજુ પશ્ચિમ સરહદ સુધીનો પ્રદેશ પચીસ હજાર હાથ વધારવો. આ બન્ને પ્રદેશોની મધ્યમાં પવિત્ર મંદિર અને પવિત્ર ભૂમિ આવશે.
