હઝકિયેલ ૫:૬
પણ તેણે દુષ્ટતા કરીને મારા હુકમોની વિરુદ્ધ બીજી પ્રજાઓ કરતાં વધારે બંડ અને મારા વિધિઓની વિરુદ્ધ તેની આસપાસના મારા દેશો કરતા વધારે બંડ કર્યું છે. તેણે મારા કાયદાઓનો અનાદર કર્યો છે અને લોકો મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી.”હઝકિયેલ ૫:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 5:6
- She has rebelled against my ordinances in doing wickedness more than the nations, and against my statutes more than the countries that are around her; for they have rejected my ordinances, and as for my statutes, they have not walked in them.’
- हिन्दी — यहेजकेल ५:६
- उसने मेरे नियमों के विरुद्ध काम करके अन्यजातियों से अधिक दुष्टता की, और मेरी विधियों के विरुद्ध चारों ओर के देशों के लोगों से अधिक बुराई की है; क्योंकि उन्होंने मेरे नियम तुच्छ जाने, और वे मेरी विधियों पर नहीं चले।
સંદર્ભમાં
૪પછી તેમાંથી થોડા વાળ લઈને અગ્નિમાં નાખી બાળી દે. તે અગ્નિ ઇઝરાયલ લોકોમાં ફરી વળશે.”
૫પ્રભુ યહોવાહ એવું કહે છે: “આ યરુશાલેમ છે તેને મેં પ્રજાઓની મધ્યે સ્થાપ્યું છે, જ્યાં મેં તેને સ્થાપ્યું છે, તેની આજુબાજુ બીજા દેશો આવેલા છે.
૬પણ તેણે દુષ્ટતા કરીને મારા હુકમોની વિરુદ્ધ બીજી પ્રજાઓ કરતાં વધારે બંડ અને મારા વિધિઓની વિરુદ્ધ તેની આસપાસના મારા દેશો કરતા વધારે બંડ કર્યું છે. તેણે મારા કાયદાઓનો અનાદર કર્યો છે અને લોકો મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી.”
૭તેથી પ્રભુ યહોવાહ એવું કહે છે: “કેમ કે તમારી આસપાસની પ્રજાઓ કરતાં તમે વધારે હુલ્લડખોર છો; તમે મારા કાયદા પ્રમાણે ચાલ્યા નથી અને મારા નિયમોનું પાલન કર્યું નથી; કે તમારી આસપાસની પ્રજાઓના નિયમોનું પણ પાલન નથી કર્યું;
૮તેથી, પ્રભુ યહોવાહ એવું કહે છે કે, “જુઓ! હું તમારી વિરુદ્ધ છું! હું અન્ય પ્રજાઓના દેખતાં તમારી પર ન્યાયશાસનનો અમલ કરીશ.
