હઝકિયેલ ૮:૧૬
પછી તે મને યહોવાહના સભાસ્થાનના અંદરના આંગણામાં લાવ્યો, તો જુઓ, ત્યાં યહોવાહના સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે આશરે પચીસ માણસો યહોવાહના સભાસ્થાનની તરફ પીઠ ફેરવીને તથા તેઓનાં મુખ પૂર્વ તરફ કરીને સૂરજની પૂજા કરતા હતા.હઝકિયેલ ૮:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 8:16
- He brought me into the inner court of the LORD’s house; and I saw at the door of the LORD’s temple, between the porch and the altar, there were about twenty-five men with their backs toward the LORD’s temple and their faces toward the east. They were worshiping the sun toward the east.
- हिन्दी — यहेजकेल ८:१६
- तब वह मुझे यहोवा के भवन के भीतरी आँगन में ले गया; और वहाँ यहोवा के भवन के द्वार के पास ओसारे और वेदी के बीच कोई पच्चीस पुरुष अपनी पीठ यहोवा के भवन की ओर और अपने मुख पूर्व की ओर किए हुए थे; और वे पूर्व दिशा की ओर सूर्य को दण्डवत् कर रहे थे।
સંદર્ભમાં
૧૪ત્યાર પછી તે મને યહોવાહના સભાસ્થાનના ઉત્તર તરફના દરવાજા પાસે લાવ્યા, અને જુઓ, ત્યાં સ્ત્રીઓ તામ્મૂઝ અક્કાદી પ્રજાનો દેવ માટે રડતી બેઠેલી હતી.
૧૫તેથી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું છે? પાછો ફરીને તું આના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો તું જોશે.”
૧૬પછી તે મને યહોવાહના સભાસ્થાનના અંદરના આંગણામાં લાવ્યો, તો જુઓ, ત્યાં યહોવાહના સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે આશરે પચીસ માણસો યહોવાહના સભાસ્થાનની તરફ પીઠ ફેરવીને તથા તેઓનાં મુખ પૂર્વ તરફ કરીને સૂરજની પૂજા કરતા હતા.
૧૭તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું? જે ધિક્કારપાત્ર કૃત્યો યહૂદિયાના લોકો અહીં કરે છે તે નાની બાબત છે? કેમ કે તેઓએ સમગ્ર દેશને હિંસાથી ભરી દીધો છે, તેઓ નાકે ડાળી અડકાડીને મને વધુ ગુસ્સે કરે છે.
૧૮તેથી કોપાયમાન થઈને હું પણ તેઓને શિક્ષા કરીશ. મારી આંખો તેઓના પર દયા કરશે નહિ તેમ જ હું તેઓને છોડીશ નહિ. તેઓ મોટા અવાજે મારા કાનમાં પોકારશે પણ હું તેઓનું સાંભળીશ નહિ.”
