હઝકિયેલ ૯:૨
પછી જુઓ, છ માણસો પોતાના હાથમાં પોતપોતાનું સંહારક શસ્ત્ર લઈને ઉત્તર તરફ આવેલા ઉપરના દરવાજાથી આવ્યા. તેઓની મધ્યે શણનાં વસ્ત્ર પહેરેલો એક માણસ હતો. તેની કમર પર લહિયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો. તે બધા અંદર જઈને પિત્તળની વેદી આગળ આવીને ઊભા રહ્યા.હઝકિયેલ ૯:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 9:2
- Behold, six men came from the way of the upper gate, which lies toward the north, every man with his slaughter weapon in his hand. One man in the middle of them was clothed in linen, with a writer’s inkhorn by his side. They went in, and stood beside the bronze altar.
- हिन्दी — यहेजकेल ९:२
- इस पर छः पुरुष, उत्तर की ओर ऊपरी फाटक के मार्ग से अपने-अपने हाथ में घात करने का हथियार लिए हुए आए; और उनके बीच सन का वस्त्र पहने, कमर में लिखने की दवात बाँधे हुए एक और पुरुष था; और वे सब भवन के भीतर जाकर पीतल की वेदी के पास खड़े हुए।
સંદર્ભમાં
૧પછી તેણે મોટા અવાજે મારા કાનમાં કહ્યું, “નગરના ચોકીદારો પોતપોતાનું વિનાશક શસ્ત્ર પોતાના હાથમાં લઈને પાસે આવો.
૨પછી જુઓ, છ માણસો પોતાના હાથમાં પોતપોતાનું સંહારક શસ્ત્ર લઈને ઉત્તર તરફ આવેલા ઉપરના દરવાજાથી આવ્યા. તેઓની મધ્યે શણનાં વસ્ત્ર પહેરેલો એક માણસ હતો. તેની કમર પર લહિયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો. તે બધા અંદર જઈને પિત્તળની વેદી આગળ આવીને ઊભા રહ્યા.
૩ત્યારે ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કરુબો ઉપરથી ઊઠીને મંદિરના પ્રવેશદ્વાર પાસે ગયો. અને તેમણે કમરે લહિયાના ખડિયો લટકાવેલા તથા શણના વસ્ત્રો પહેરેલા માણસને બોલાવ્યો.
૪યહોવાહે તેને કહ્યું, “યરુશાલેમમાં એટલે નગર મધ્યે સર્વત્ર ફર અને જે માણસો તેઓની આસપાસ નગરમાં ચાલતાં ધિક્કારપાત્ર કૃત્યોને લીધે રડતા અને શોક કરતા હોય તેઓના કપાળ પર ચિહ્ન કર.”
