હઝકિયેલ ૯:૫
પછી તેમણે બીજા માણસોને મારા સાંભળતાં કહ્યું, “નગરમાં તેઓની પાછળ જઈને સર્વત્ર ફરીને હત્યા કરો, તમારી આંખો દયા કરે નહિ તથા તેઓને છોડશો નહિ.હઝકિયેલ ૯:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 9:5
- To the others he said in my hearing, “Go through the city after him, and strike. Don’t let your eye spare, neither have pity.
- हिन्दी — यहेजकेल ९:५
- तब उसने मेरे सुनते हुए दूसरों से कहा, “नगर में उनके पीछे-पीछे चलकर मारते जाओ; किसी पर दया न करना और न कोमलता से काम करना।
સંદર્ભમાં
૩ત્યારે ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કરુબો ઉપરથી ઊઠીને મંદિરના પ્રવેશદ્વાર પાસે ગયો. અને તેમણે કમરે લહિયાના ખડિયો લટકાવેલા તથા શણના વસ્ત્રો પહેરેલા માણસને બોલાવ્યો.
૪યહોવાહે તેને કહ્યું, “યરુશાલેમમાં એટલે નગર મધ્યે સર્વત્ર ફર અને જે માણસો તેઓની આસપાસ નગરમાં ચાલતાં ધિક્કારપાત્ર કૃત્યોને લીધે રડતા અને શોક કરતા હોય તેઓના કપાળ પર ચિહ્ન કર.”
૫પછી તેમણે બીજા માણસોને મારા સાંભળતાં કહ્યું, “નગરમાં તેઓની પાછળ જઈને સર્વત્ર ફરીને હત્યા કરો, તમારી આંખો દયા કરે નહિ તથા તેઓને છોડશો નહિ.
૬વૃદ્ધ પુરુષોને, યુવાનોને, યુવતીઓને, નાનાં બાળકોને તથા સ્ત્રીઓનો નાશ કરો. પણ જેઓના કપાળ પર ચિહ્ન હોય તેવા કોઈની પાસે જશો નહિ. મારા પવિત્રસ્થાનથી જ શરૂઆત કરો.” તેથી તેઓએ સભાસ્થાન આગળ ઊભેલા વડીલોથી જ શરૂઆત કરી.
૭તેમણે તેઓને કહ્યું, “સભાસ્થાનને ભ્રષ્ટ કરો, મૃત્યુ પામેલાંથી આંગણાને ભરી દો. આગળ વધો, તેથી તેઓએ જઈને નગર પર હુમલો કર્યો.
