એઝરા ૧:૨
“ઇરાનના રાજા કોરેશ જાહેર કરે છે કે: યહોવાહ, આકાશવાસી પ્રભુએ મને પૃથ્વી પરનાં સર્વ રાજ્યો આપ્યાં છે અને તેમણે મને યહૂદિયાના યરુશાલેમમાં ભક્તિસ્થાન બાંધવાને નીમ્યો છે.એઝરા ૧:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 1:2
- “Cyrus king of Persia says, ‘The LORD, the God of heaven, has given me all the kingdoms of the earth; and he has commanded me to build him a house in Jerusalem, which is in Judah.
- हिन्दी — एज्रा १:२
- “फारस का राजा कुस्रू यह कहता है: स्वर्ग के परमेश्वर यहोवा ने पृथ्वी भर का राज्य मुझे दिया है, और उसने मुझे आज्ञा दी, कि यहूदा के यरूशलेम में मेरा एक भवन बनवा ।
સંદર્ભમાં
૧ઇરાનના રાજા કોરેશની કારકિર્દીના પહેલા વર્ષે, ઈશ્વરે, યર્મિયાના મુખેથી આપેલાં પોતાના વચનને પૂર્ણ કરતાં, કોરેશ રાજાના મનમાં પ્રેરણા કરી. તેથી કોરેશે પોતાના આખા રાજ્યમાં લેખિત અને શાબ્દિક ફરમાન જારી કર્યું:
૨“ઇરાનના રાજા કોરેશ જાહેર કરે છે કે: યહોવાહ, આકાશવાસી પ્રભુએ મને પૃથ્વી પરનાં સર્વ રાજ્યો આપ્યાં છે અને તેમણે મને યહૂદિયાના યરુશાલેમમાં ભક્તિસ્થાન બાંધવાને નીમ્યો છે.
૩તેના સર્વ લોકોમાંના જે કોઈ તમારામાં હોય, તેઓની સાથે, તેમના ઈશ્વર હો અને તે યહૂદિયામાંના યરુશાલેમમાં જઈને ઇઝરાયલના ઈશ્વર પ્રભુનું ભક્તિસ્થાન બાંધે.
૪તેઓ સિવાયના, રાજ્યમાં તેઓમાંના બાકી રહેતા લોકો યરુશાલેમમાં ઈશ્વરના ઘરના બાંધકામને સારુ, ઐચ્છિકાર્પણો તરીકે ભક્તિસ્થાનનાં બાંધકામને માટે સોનું અને ચાંદી, જરૂરી સાધનો અને પશુઓ અર્પણ કરીને, તેઓને મદદ કરે.”
