એઝરા ૫:૧૬
પછી શેશ્બાસારે આવીને ઈશ્વરના એ સભાસ્થાનનો પાયો યરુશાલેમમાં નાખ્યો; અને ત્યારથી તેનું બાંધકામ ચાલુ છે, પણ તે હજી પૂરું થયું નથી.’”એઝરા ૫:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 5:16
- Then the same Sheshbazzar came and laid the foundations of God’s house which is in Jerusalem. Since that time even until now it has been being built, and yet it is not completed.
- हिन्दी — एज्रा ५:१६
- तब उसी शेशबस्सर ने आकर परमेश्वर के भवन की जो यरूशलेम में है नींव डाली; और तब से अब तक यह बन रहा है, परन्तु अब तक नहीं बन पाया।’
સંદર્ભમાં
૧૪ઈશ્વરના સભાસ્થાનની સોનાચાંદીની વસ્તુઓ, જે નબૂખાદનેસ્સાર યરુશાલેમના ભક્તિસ્થાનમાંથી બાબિલના મંદિરમાં લઈ ગયો હતો, તે બધી વસ્તુઓ બાબિલના મંદિરમાંથી પાછી લઈને કોરેશ રાજાએ શેશ્બાસારને, કે જેને તેણે રાજ્યપાલ બનાવ્યો હતો, તેને સોંપી.
૧૫તેણે તેને કહ્યું, “આ સર્વ વસ્તુઓ લઈને યરુશાલેમના ભક્તિસ્થાનમાં પાછી મૂક. ઈશ્વરના સભાસ્થાનને તેની મૂળ જગ્યાએ ફરીથી બંધાવ.
૧૬પછી શેશ્બાસારે આવીને ઈશ્વરના એ સભાસ્થાનનો પાયો યરુશાલેમમાં નાખ્યો; અને ત્યારથી તેનું બાંધકામ ચાલુ છે, પણ તે હજી પૂરું થયું નથી.’”
૧૭હવે એ આપની દ્રષ્ટિમાં યોગ્ય લાગે તો, કોરેશ રાજાએ યરુશાલેમમાં ઈશ્વરનું આ ભક્તિસ્થાન બાંધવાનો હુકમ કર્યો હતો કે નહિ, તેની તપાસ આપના બાબિલમાંના ભંડારમાં કરાવશો અને તે બાબતે આપની ઇચ્છા પ્રમાણે હુકમ ફરમાવશો.”
