ગલાતીઓને પત્ર ૩:૧૫
ભાઈઓ, હું મનુષ્યની રીત પ્રમાણે કહું છું કે, મનુષ્યના સ્થાપિત થયેલા કરારને કોઈ રદ કરતો અથવા વધારતો નથી.ગલાતીઓને પત્ર ૩:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Galatians 3:15
- Brothers, speaking of human terms, though it is only a man’s covenant, yet when it has been confirmed, no one makes it void or adds to it.
- हिन्दी — गलातियों ३:१५
- हे भाइयों, मैं मनुष्य की रीति पर कहता हूँ, कि मनुष्य की वाचा भी जो पक्की हो जाती है, तो न कोई उसे टालता है और न उसमें कुछ बढ़ाता है।
સંદર્ભમાં
૧૩ખ્રિસ્તે આપણા વતી શાપિત થઈને, નિયમશાસ્ત્રના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે લખેલું છે કે, ‘જે કોઈ ઝાડ પર ટંગાયેલો છે, તે શાપિત છે;’
૧૪એ માટે કે ઇબ્રાહિમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં બિનયહૂદીઓને મળે અને આપણે પવિત્ર આત્મા વિષેનું વચન વિશ્વાસથી પામીએ.
૧૫ભાઈઓ, હું મનુષ્યની રીત પ્રમાણે કહું છું કે, મનુષ્યના સ્થાપિત થયેલા કરારને કોઈ રદ કરતો અથવા વધારતો નથી.
૧૬હવે ઇબ્રાહિમને તથા તેનાં સંતાનને વચનો કહેવામાં આવ્યા હતાં અને તેનાં સંતાનોને જાણે ઘણાં વિષે ઈશ્વર કહેતાં નથી; પણ ‘તારા સંતાનને’, એમ એક વિષે કહે છે તે તો ખ્રિસ્ત છે.
૧૭હવે હું આ કહું છું કે, જે કરાર ઈશ્વરે ખ્રિસ્તમાં અગાઉથી નક્કી કર્યો હતો તેના વચનને ચારસો ત્રીસ વરસ પછી આવેલ નિયમશાસ્ત્ર રદ કરી શકતું નથી.
