ઉત્પત્તિ ૧૨:૧૭
પણ ઈશ્વર દ્વારા ઇબ્રામની પત્ની સારાયને લીધે ફારુન તથા તેના ઘર પર મહામરકી સહિત આફત આવી.ઉત્પત્તિ ૧૨:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 12:17
- The LORD afflicted Pharaoh and his house with great plagues because of Sarai, Abram’s wife.
- हिन्दी — उत्पत्ति १२:१७
- तब यहोवा ने फ़िरौन और उसके घराने पर, अब्राम की पत्नी सारै के कारण बड़ी-बड़ी विपत्तियाँ डाली ।
સંદર્ભમાં
૧૫ફારુનના સરદારોએ તેને જોઈ, તેઓએ ફારુનની આગળ તેની પ્રશંસા કરી અને સારાયને ફારુનના જનાનખાનામાં લઈ જવામાં આવી.
૧૬ફારુને તેને લીધે ઇબ્રામ સાથે સારો વ્યવહાર કર્યો અને તેને ઘેટાં, બળદો, ગધેડાંઓ, દાસો, દાસીઓ તથા ઊંટોની ભેટ આપી.
૧૭પણ ઈશ્વર દ્વારા ઇબ્રામની પત્ની સારાયને લીધે ફારુન તથા તેના ઘર પર મહામરકી સહિત આફત આવી.
૧૮ફારુને ઇબ્રામને બોલાવ્યો અને કહ્યું કે, “આ તેં મારી સાથે શું કર્યું છે? તેં મને કેમ ન કહ્યું કે, તે તારી પત્ની છે?
૧૯તેં શા માટે કહ્યું કે, ‘તે મારી બહેન છે?’ તેં એવું કર્યું એટલે મેં તેને મારી પત્ની કરી લીધી હતી. તો હવે, આ રહી તારી પત્ની. તેને લઈને તું તારે માર્ગે ચાલ્યો જા.”
