ઉત્પત્તિ ૧૪:૨૨
ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “પરાત્પર ઈશ્વર યહોવાહ કે, જેમણે આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યાં, તેમને મેં ગંભીરતાપૂર્વક વચન આપ્યું છે કે,ઉત્પત્તિ ૧૪:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 14:22
- Abram said to the king of Sodom, “I have lifted up my hand to the LORD, God Most High, possessor of heaven and earth,
- हिन्दी — उत्पत्ति १४:२२
- अब्राम ने सदोम के राजा से कहा, “परमप्रधान परमेश्वर यहोवा, जो आकाश और पृथ्वी का अधिकारी है,
સંદર્ભમાં
૨૦જે સર્વશ્રેષ્ઠ ઈશ્વરે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, પરાત્પર ઈશ્વરની સ્તુતિ થાઓ.” પછી ઇબ્રામે સર્વ સંપત્તિમાંથી તેને દસમો ભાગ આપ્યો.
૨૧સદોમના રાજાએ ઇબ્રામને કહ્યું, “મને માણસો આપ અને પોતાને સારુ સંપત્તિ લઈ લે.”
૨૨ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “પરાત્પર ઈશ્વર યહોવાહ કે, જેમણે આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યાં, તેમને મેં ગંભીરતાપૂર્વક વચન આપ્યું છે કે,
૨૩હું તારી પાસે સૂતળી કે ચંપલની દોરીનો ટુકડોય અથવા તારી અન્ય કોઈપણ વસ્તુ લઈશ નહિ, રખેને તું કહે કે, ‘મેં ઇબ્રામને આપ્યું તેથી તે ધનવાન થયો છે”
૨૪જુવાનોએ જે ખાધું છે તે હું સ્વીકારું છું, મારી સાથે જે ભાઈઓ આવ્યા તેઓને એટલે કે આનેર, એશ્કોલ તથા મામરેને તે મેળવેલી સંપત્તિમાંથી હિસ્સો આપજે.”
