ઉત્પત્તિ ૨૦:૭
તેથી, તે માણસની પત્નીને તું પાછી આપ. કેમ કે તે પ્રબોધક છે. તે તારા માટે પ્રાર્થના કરશે અને તું જીવશે. પણ જો તું તેને પાછી નહિ આપે, તો જાણજે કે તું તથા તારા સર્વ લોકો નિશ્ચે મરણ પામશો.”ઉત્પત્તિ ૨૦:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 20:7
- Now therefore, restore the man’s wife. For he is a prophet, and he will pray for you, and you will live. If you don’t restore her, know for sure that you will die, you, and all who are yours.”
- हिन्दी — उत्पत्ति २०:७
- इसलिए अब उस पुरुष की पत्नी को उसे लौटा दे; क्योंकि वह नबी है , और तेरे लिये प्रार्थना करेगा, और तू जीता रहेगा पर यदि तू उसको न लौटाए तो जान रख, कि तू, और तेरे जितने लोग हैं, सब निश्चय मर जाएँगे।”
સંદર્ભમાં
૫શું ઇબ્રાહિમે પોતે જ મને કહ્યું ન હતું કે, ‘તે મારી બહેન છે?’ વળી તે સ્ત્રીએ પોતે પણ કહ્યું હતું કે, ‘તે મારો ભાઈ છે.’ મેં મારા સાચા હૃદયથી તથા નિર્દોષ હાથથી આ કામ કર્યું છે.”
૬પછી ઈશ્વરે સ્વપ્નમાં તેને કહ્યું, “હા, હું જાણું છું કે તેં તારા સાચા હૃદયથી આ કામ કર્યું છે અને મેં પણ તને મારી વિરુદ્ધ અપરાધ કરવાથી અટકાવ્યો છે. તેથી મેં તને તેને સ્પર્શવા માટે પરવાનગી આપી નહિ.
૭તેથી, તે માણસની પત્નીને તું પાછી આપ. કેમ કે તે પ્રબોધક છે. તે તારા માટે પ્રાર્થના કરશે અને તું જીવશે. પણ જો તું તેને પાછી નહિ આપે, તો જાણજે કે તું તથા તારા સર્વ લોકો નિશ્ચે મરણ પામશો.”
૮અબીમેલેખે વહેલી સવારે ઊઠીને પોતાના સર્વ ચાકરોને બોલાવ્યા. તેણે તેઓને આ સર્વ બાબતો કહી સંભળાવી અને તે માણસો ઘણાં ગભરાયા.
૯પછી અબીમેલેખે ઇબ્રાહિમને બોલાવીને કહ્યું, “આ તેં અમને શું કર્યું છે? મેં તારો શો અપરાધ કર્યો છે કે, તું મારા પર તથા મારા રાજ્ય પર મોટું પાપ લાવ્યો છે? જે કામ કરવા યોગ્ય ન હતું તે તેં મારા પ્રત્યે કર્યું છે.”
