Skip to content
Methodist Church Nadiad
અને ઇબ્રાહિમે કહ્યું, “હું ઈશ્વરની હજૂરમાં સમ લઈને કહું છું કે એમ કરીશ.”

ઉત્પત્તિ ૨૧:૨૪ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishGenesis 21:24
Abraham said, “I will swear.”
हिन्दीउत्पत्ति २१:२४
अब्राहम ने कहा, “मैं शपथ खाऊँगा।”

સંદર્ભમાં

૨૨અબીમેલેખ અને તેના સેનાપતિ ફીકોલે ઇબ્રાહિમને કહ્યું, “જે સર્વ તું કરે છે તેમાં ઈશ્વર તારી સાથે છે.

૨૩તે માટે હવે અહીં મારી આગળ ઈશ્વરની હજૂરમાં કહે કે, મારી સાથે, મારા દીકરા સાથે અને મારા વંશજો સાથે, તું દગો નહિ કરે. વળી તારી સાથે જ વિશ્વસનીય કરાર કર્યો છે તે પ્રમાણે મારી સાથે આ દેશ કે જેમાં તું રહે છે તેમાં વર્તજે.”

૨૪અને ઇબ્રાહિમે કહ્યું, “હું ઈશ્વરની હજૂરમાં સમ લઈને કહું છું કે એમ કરીશ.”

૨૫પછી અબીમેલેખના દાસોએ તેની પાસેથી પાણીનો જે કૂવો બળજબરીથી લઈ લીધો હતો તેના વિષે ઇબ્રાહિમે અબીમેલેખને ફરિયાદ કરી.

૨૬અબીમેલેખે કહ્યું, “એ કામ કોણે કર્યું છે, તે હું જાણતો નથી. આ પહેલાં તેં મને વાત કરી નથી અને આજ સુધી મેં તે વિષે સાંભળ્યું નથી.”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.