ઉત્પત્તિ ૨૧:૨૭
તેથી ઇબ્રાહિમે ઘેટાં તથા અન્ય જાનવરો લાવીને અબીમેલેખને આપ્યાં અને તે બન્નેએ કરાર કર્યો.ઉત્પત્તિ ૨૧:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 21:27
- Abraham took sheep and cattle, and gave them to Abimelech. Those two made a covenant.
- हिन्दी — उत्पत्ति २१:२७
- तब अब्राहम ने भेड़-बकरी, और गाय-बैल अबीमेलेक को दिए; और उन दोनों ने आपस में वाचा बाँधी।
સંદર્ભમાં
૨૫પછી અબીમેલેખના દાસોએ તેની પાસેથી પાણીનો જે કૂવો બળજબરીથી લઈ લીધો હતો તેના વિષે ઇબ્રાહિમે અબીમેલેખને ફરિયાદ કરી.
૨૬અબીમેલેખે કહ્યું, “એ કામ કોણે કર્યું છે, તે હું જાણતો નથી. આ પહેલાં તેં મને વાત કરી નથી અને આજ સુધી મેં તે વિષે સાંભળ્યું નથી.”
૨૭તેથી ઇબ્રાહિમે ઘેટાં તથા અન્ય જાનવરો લાવીને અબીમેલેખને આપ્યાં અને તે બન્નેએ કરાર કર્યો.
૨૮પછી ઇબ્રાહિમે ટોળાંમાંથી સાત ઘેટીઓ લઈને અલગ રાખી.
૨૯અબીમેલેખે ઇબ્રાહિમને પૂછ્યું, “તેં આ સાત ઘેટીઓ લઈને અલગ રાખી તેનો અર્થ શો છે?”
