ઉત્પત્તિ ૨૨:૧૨
દૂતે તેને કહ્યું, “તારા દીકરા પર તારો હાથ ઉગામીશ નહિ અને તેને કશી ઈજા કરીશ નહિ, કેમ કે મને ખાતરી થઈ છે કે તેં તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી. તું ઈશ્વરની બીક રાખે છે.”ઉત્પત્તિ ૨૨:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 22:12
- He said, “Don’t lay your hand on the boy or do anything to him. For now I know that you fear God, since you have not withheld your son, your only son, from me.”
- हिन्दी — उत्पत्ति २२:१२
- उसने कहा, “उस लड़के पर हाथ मत बढ़ा, और न उसे कुछ कर; क्योंकि तूने जो मुझसे अपने पुत्र, वरन् अपने एकलौते पुत्र को भी, नहीं रख छोड़ा; इससे मैं अब जान गया कि तू परमेश्वर का भय मानता है।”
સંદર્ભમાં
૧૦ઇબ્રાહિમે તેના દીકરાને મારવાને માટે હાથમાં છરો લીધો.
૧૧પછી તેણે છરો ઉગામ્યો એવામાં ઈશ્વરના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!” અને તેણે કહ્યું, “બોલો, હું અહીં છું.”
૧૨દૂતે તેને કહ્યું, “તારા દીકરા પર તારો હાથ ઉગામીશ નહિ અને તેને કશી ઈજા કરીશ નહિ, કેમ કે મને ખાતરી થઈ છે કે તેં તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી. તું ઈશ્વરની બીક રાખે છે.”
૧૩ઇબ્રાહિમે ઉપર જોયું અને ત્યાં એક ઘેટો જોયો. તેનાં શિંગડાં ઝાડીમાં ભરાયેલાં હતા. ઇબ્રાહિમે તેના દીકરાને બદલે એ ઘેટાંનું દહનીયાર્પણ કર્યું.
૧૪પછી તેણે દહનીયાર્પણની એ જગ્યાનું નામ “યહોવાહ-યિરેહ “પાડ્યું.” તે આજ સુધી એ નામે ઓળખાય છે તેનો અર્થ એ છે કે, “ઈશ્વરના પર્વત પર ઈશ્વર પૂરું પાડે છે.”
