ઉત્પત્તિ ૨૩:૧૩
તેણે તે દેશના લોકોના સાંભળતાં એફ્રોનને કહ્યું, “પણ જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સંભાળ. હું ખેતરને માટે કિંમત ચૂકવીશ. મારી પાસેથી રૂપિયા લે. ત્યાં હું મારી મૃત પત્નીને દફનાવીશ.”ઉત્પત્તિ ૨૩:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 23:13
- He spoke to Ephron in the audience of the people of the land, saying, “But if you will, please hear me. I will give the price of the field. Take it from me, and I will bury my dead there.”
- हिन्दी — उत्पत्ति २३:१३
- और उनके सुनते हुए एप्रोन से कहा, “यदि तू ऐसा चाहे, तो मेरी सुन उस भूमि का जो दाम हो, वह मैं देना चाहता हूँ; उसे मुझसे ले ले, तब मैं अपने मुर्दे को वहाँ गाड़ूँगा।”
સંદર્ભમાં
૧૧“એવું નહિ, મારા માલિક. મારું સાંભળ. હું ખેતર અને તેમાં ગુફા છે તે પણ તને હું આપું છું. મારા લોકોના દીકરાઓના દેખતાં તે હું તને તારી મૃત પત્નીને દફનાવવા માટે આપું છું.”
૧૨પછી દેશના લોકોની આગળ ઇબ્રાહિમે પ્રણામ કર્યા.
૧૩તેણે તે દેશના લોકોના સાંભળતાં એફ્રોનને કહ્યું, “પણ જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સંભાળ. હું ખેતરને માટે કિંમત ચૂકવીશ. મારી પાસેથી રૂપિયા લે. ત્યાં હું મારી મૃત પત્નીને દફનાવીશ.”
૧૪એફ્રોને ઇબ્રાહિમને ઉત્તર આપ્યો,
૧૫“કૃપા કરી, મારા માલિક, મારું સાંભળ. ચારસો શેકેલ ચાંદીના સિક્કાની જમીન, તે મારી અને તારી વચ્ચે શા લેખામાં છે? જા તારી મૃત પત્નીને ત્યાં દફનાવ.”
