Skip to content
Methodist Church Nadiad
હું અહીં પાણીના ઝરા પાસે ઊભો છું અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે.

ઉત્પત્તિ ૨૪:૧૩ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishGenesis 24:13
Behold, I am standing by the spring of water. The daughters of the men of the city are coming out to draw water.
हिन्दीउत्पत्ति २४:१३
देख, मैं जल के इस सोते के पास खड़ा हूँ; और नगरवासियों की बेटियाँ जल भरने के लिये निकली आती हैं

સંદર્ભમાં

૧૧સ્ત્રીઓના પાણી ભરવાના સમયે સંધ્યાકાળે તેણે ઊંટોને નગરની બહાર કૂવા પાસે બેસાડ્યાં.

૧૨પછી તેણે પ્રાર્થના કરી, “પ્રભુ, મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, આજે મારું કામ સફળ કરો. મારા માલિક ઇબ્રાહિમ પર દયા કરો.

૧૩હું અહીં પાણીના ઝરા પાસે ઊભો છું અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે.

૧૪ત્યારે એમ થવા દેજો કે જે યુવતીને હું એમ કહું કે, ‘કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું તેમાંથી પાણી પીઉં,’ ત્યારે તે મને એમ કહે કે, ‘પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ,’ તે એ જ યુવતી હોય કે જેને તમે તમારા દાસ ઇસહાકને સારુ પસંદ કરેલી હોય. એનાથી મને ખાતરી થશે કે તમે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર વિશ્વાસુ વચનબદ્ધ રહેલા છો.”

૧૫તેની આ પ્રાર્થના પૂરી થયા અગાઉ રિબકા ખભા પર ગાગર સાથે ત્યાં આવી. રિબકા, ઇબ્રાહિમના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના દીકરા બથુએલની દીકરી હતી.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.