ઉત્પત્તિ ૨૪:૩૪
તેણે કહ્યું, “હું ઇબ્રાહિમનો ચાકર છું.”ઉત્પત્તિ ૨૪:૩૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 24:34
- He said, “I am Abraham’s servant.
- हिन्दी — उत्पत्ति २४:३४
- तब उसने कहा, “मैं तो अब्राहम का दास हूँ।
સંદર્ભમાં
૩૨તેથી તે માણસ ઘરમાં આવ્યો અને તેણે ઊંટો પરનો સામાન ઉતાર્યો. લાબાને ઊંટોને ઘાસચારો અને તેને તથા તેના સાથી માણસોનો અતિથિ સત્કાર કર્યો અને પાણી આપ્યું.
૩૩તેઓએ તેની આગળ જમવાનું પીરસ્યું, પરંતુ તેણે કહ્યું, “મારે જે કહેવાનું છે એ જણાવ્યાં અગાઉ હું જમીશ નહિ.” તેથી લાબાને કહ્યું, “બોલ.”
૩૪તેણે કહ્યું, “હું ઇબ્રાહિમનો ચાકર છું.”
૩૫ઈશ્વરે મારા માલિકને ઘણો આશીર્વાદ આપ્યો છે અને તે મહાન થયો છે. તેમણે તેને ઘેટાં, ઊંટો, ગધેડાં તથા અન્ય જાનવરો, ચાંદી, સોનું, દાસો અને દાસીઓ આપ્યાં છે.
૩૬મારા માલિકની પત્ની સારાએ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાને જન્મ આપ્યો છે અને તેની પાસે જે છે તે બધું મારા માલિકે તેને આપ્યું છે.
