ઉત્પત્તિ ૨૪:૫૨
ઇબ્રાહિમના ચાકરે તેઓની વાત સાંભળી ત્યારે તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની સ્તુતિ કરી.ઉત્પત્તિ ૨૪:૫૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 24:52
- When Abraham’s servant heard their words, he bowed himself down to the earth to the LORD.
- हिन्दी — उत्पत्ति २४:५२
- उनकी यह बात सुनकर, अब्राहम के दास ने भूमि पर गिरकर यहोवा को दण्डवत् किया।
સંદર્ભમાં
૫૦પછી લાબાને તથા બથુએલે ઉત્તર આપ્યો, “એ વાત તો ઈશ્વરથી નક્કી થયેલી છે; અમે તને આમ કે તેમ કહી શકતા નથી.
૫૧હવે જો, રિબકા તારી સમક્ષ છે, તેને લગ્ન માટે લઈ જા, જેથી ઈશ્વરના કહ્યા પ્રમાણે તે તારા માલિકના દીકરાની પત્ની થાય.”
૫૨ઇબ્રાહિમના ચાકરે તેઓની વાત સાંભળી ત્યારે તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની સ્તુતિ કરી.
૫૩તે ચાકરે વસ્ત્રો અને ચાંદીના તથા સોનાના દાગીના રિબકાને આપ્યાં, તેના ભાઈને તથા તેની માતાને પણ કિંમતી ભેટો આપી.
૫૪પછી તેણે અને તેની સાથે જે માણસો હતા તેઓએ ખાધું પીધું. રાત્રે મુકામ કર્યો. તેઓ સવારે ઊઠ્યા, ત્યારે તેણે કહ્યું, “મને મારા માલિકને ત્યાં જવાને વિદાય કરો.”
