ઉત્પત્તિ ૨૬:૧૯
જયારે ઇસહાકના દાસોએ ખીણમાં ખોદ્યું ત્યારે તેઓને ત્યાં વહેતા પાણીનો એક કૂવો મળ્યો.ઉત્પત્તિ ૨૬:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 26:19
- Isaac’s servants dug in the valley, and found there a well of flowing water.
- हिन्दी — उत्पत्ति २६:१९
- फिर इसहाक के दासों को घाटी में खोदते-खोदते बहते जल का एक सोता मिला।
સંદર્ભમાં
૧૭તેથી ઇસહાક ત્યાંથી નીકળીને ગેરારના નીચાણમાં જઈને વસ્યો.
૧૮તેના પિતા ઇબ્રાહિમના દિવસોમાં પાણીના જે કૂવા હતા જે તેના મરણ પછી પલિસ્તીઓએ પૂરી દીધા હતા, તે કૂવાઓ ઇસહાકે ફરીથી ખોદાવ્યા. તે કૂવાઓનાં જે નામ તેના પિતાએ રાખ્યા હતાં, તે જ નામ ઇસહાકે રાખ્યાં.
૧૯જયારે ઇસહાકના દાસોએ ખીણમાં ખોદ્યું ત્યારે તેઓને ત્યાં વહેતા પાણીનો એક કૂવો મળ્યો.
૨૦“એ પાણી અમારું છે” એમ કહેતાં ગેરારના ઘેટાંપાળકો ઇસહાકના ઘેટાંપાળકો સાથે ઝઘડયા અને તેથી તે કૂવાનું નામ ઇસહાકે “એસેક ” રાખ્યું, કેમ કે તેઓ તેની સાથે ઝઘડ્યા હતા.
૨૧પછી તેઓએ બીજો કૂવો ખોદ્યો અને તે વિષે પણ તેઓ ઝઘડ્યા, તેથી તેણે તેનું નામ “સિટના ” એટલે ગુસ્સાનો કૂવો રાખ્યું.
