ઉત્પત્તિ ૨૯:૧૧
યાકૂબે રાહેલને ચુંબન કર્યું અને રડી પડ્યો.ઉત્પત્તિ ૨૯:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 29:11
- Jacob kissed Rachel, and lifted up his voice, and wept.
- हिन्दी — उत्पत्ति २९:११
- तब याकूब ने राहेल को चूमा, और ऊँचे स्वर से रोया।
સંદર્ભમાં
૯તે તેઓની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ તેના પિતાનાં ઘેટાં લઈને આવી. તે તેઓને ચરાવતી અને સાચવતી હતી.
૧૦યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેમનાં ઘેટાંને જોયાં ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ખસેડ્યો અને તેના મામા લાબાનના ઘેટાંને પાણી પાયું.
૧૧યાકૂબે રાહેલને ચુંબન કર્યું અને રડી પડ્યો.
૧૨યાકૂબે રાહેલને જણાવ્યું કે, “હું તારા પિતાનો સંબંધી એટલે તેની બહેન રિબકાનો દીકરો છું.” એ જાણીને રાહેલે દોડી જઈને તેના પિતાને ખબર આપી.
૧૩જયારે લાબાને તેની બહેનના દીકરા યાકૂબની ખબર સાંભળી ત્યારે તે તેને મળવા દોડી આવ્યો અને ભેટીને તેને ચૂમ્યો અને તેને પોતાના ઘરે લાવ્યો. યાકૂબે લાબાનને પોતાના આવવા વિષેની વાત કરી.
