ઉત્પત્તિ ૨૯:૧૫
પછી લાબાને યાકૂબને કહ્યું, “તું મારો સંબંધી છે, તે માટે તારે મારા કામ કાજ મફત કરવા જોઈએ નહિ. મને કહે, તું કેટલું વેતન લઈશ?”ઉત્પત્તિ ૨૯:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 29:15
- Laban said to Jacob, “Because you are my relative, should you therefore serve me for nothing? Tell me, what will your wages be?”
- हिन्दी — उत्पत्ति २९:१५
- तब लाबान ने याकूब से कहा, “भाई-बन्धु होने के कारण तुझ से मुफ्त सेवा कराना मेरे लिए उचित नहीं है; इसलिए कह मैं तुझे सेवा के बदले क्या दूँ?”
સંદર્ભમાં
૧૩જયારે લાબાને તેની બહેનના દીકરા યાકૂબની ખબર સાંભળી ત્યારે તે તેને મળવા દોડી આવ્યો અને ભેટીને તેને ચૂમ્યો અને તેને પોતાના ઘરે લાવ્યો. યાકૂબે લાબાનને પોતાના આવવા વિષેની વાત કરી.
૧૪લાબાને તેને કહ્યું, “વાસ્તવમાં, આપણે એક જ લોહી તથા માંસના છીએ.” પછી યાકૂબ તેની સાથે લગભગ એક મહિના સુધી રહ્યો.
૧૫પછી લાબાને યાકૂબને કહ્યું, “તું મારો સંબંધી છે, તે માટે તારે મારા કામ કાજ મફત કરવા જોઈએ નહિ. મને કહે, તું કેટલું વેતન લઈશ?”
૧૬હવે, લાબાનને બે દીકરીઓ હતી. મોટી દીકરીનું નામ લેઆ અને નાનીનું નામ રાહેલ હતું.
૧૭લેઆની આંખો નબળી હતી. રાહેલ દેખાવમાં સુંદર તથા ઘાટીલી હતી.
