ઉત્પત્તિ ૨૯:૨૬
લાબાને કહ્યું, “મોટી દીકરીના લગ્ન અગાઉ નાની દીકરીનું લગ્ન કરવું એવો રિવાજ અમારા દેશમાં નથી.ઉત્પત્તિ ૨૯:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 29:26
- Laban said, “It is not done so in our place, to give the younger before the firstborn.
- हिन्दी — उत्पत्ति २९:२६
- लाबान ने कहा, “हमारे यहाँ ऐसी रीति नहीं, कि बड़ी बेटी से पहले दूसरी का विवाह कर दें।
સંદર્ભમાં
૨૪લાબાને તેની દીકરી લેઆને સેવા ચાકરી માટે ઝિલ્પા નામે દાસી પણ આપી.
૨૫સવારે યાકૂબના જોવામાં આવ્યું કે, તે તો લેઆ હતી! યાકૂબે લાબાનને પૂછ્યું, “આ તેં મને શું કર્યું છે? શું રાહેલને સારુ મેં તારી સેવા ચાકરી કરી નહોતી? તેં મને શા માટે છેતર્યો?”
૨૬લાબાને કહ્યું, “મોટી દીકરીના લગ્ન અગાઉ નાની દીકરીનું લગ્ન કરવું એવો રિવાજ અમારા દેશમાં નથી.
૨૭આ દીકરી સાથે નવવધુ તરીકેનું અઠવાડિયું પૂરું કર પછી બીજાં સાત વર્ષ તું મારી ચાકરી કરજે અને તેના બદલામાં અમે રાહેલને પણ તને આપીશું.”
૨૮યાકૂબે તે પ્રમાણે કર્યું અને લેઆ સાથે અઠવાડિયું પૂરું કર્યું. પછી લાબાને તેની દીકરી રાહેલ પણ યાકૂબને પત્ની તરીકે આપી.
