ઉત્પત્તિ ૨૯:૪
યાકૂબે તેઓને પૂછ્યું, “મારા ભાઈઓ, તમે ક્યાંના છો?” તેઓએ કહ્યું, “અમે હારાનના છીએ.”ઉત્પત્તિ ૨૯:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 29:4
- Jacob said to them, “My relatives, where are you from?” They said, “We are from Haran.”
- हिन्दी — उत्पत्ति २९:४
- अतः याकूब ने चरवाहों से पूछा, “हे मेरे भाइयों, तुम कहाँ के हो?” उन्होंने कहा, “हम हारान के हैं।”
સંદર્ભમાં
૨તેણે જોયું કે, ખેતરમાં એક કૂવો હતો. ત્યાં તેની નજીક ઘેટાંનાં ત્રણ ટોળાં હતાં. તે કૂવામાંથી તેઓ ટોળાંને પાણી પીવડાવતા હતા. કૂવા પર મોટો પથ્થર ઢાંકવામાં આવેલો હતો.
૩જયારે ત્યાં સર્વ ટોળાં ભેગાં થતાં ત્યારે ઘેટાંપાળકો કૂવાના પથ્થરને ગબડાવી દેતા અને ઘેટાંને પાણી પીવડાવતા હતા પછી તે પથ્થરને પાછો તેની જગ્યાએ કૂવા પર મૂકી દેતાં.
૪યાકૂબે તેઓને પૂછ્યું, “મારા ભાઈઓ, તમે ક્યાંના છો?” તેઓએ કહ્યું, “અમે હારાનના છીએ.”
૫તેણે તેઓને પૂછ્યું, “શું તમે નાહોરના દીકરા લાબાનને ઓળખો છો?” તેઓએ કહ્યું, “હા, અમે તેને ઓળખીએ છીએ.”
૬તેણે તેઓને પૂછ્યું, “શું તે ક્ષેમકુશળ છે?” તેઓએ કહ્યું, “તે ક્ષેમકુશળ છે. તું સામે જો, તેની દીકરી રાહેલ ઘેટાંને લઈને આવી રહી છે.”
