ઉત્પત્તિ ૨૯:૭
યાકૂબે કહ્યું, “હજી તો સાંજ પડી નથી. ઘેટાંને ભેગા કરવાનો સમય થયો નથી. માટે તમે ઘેટાંને પાણી પીવડાવો, પછી તેઓને લઈ જાઓ અને ચરવા દો.”ઉત્પત્તિ ૨૯:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 29:7
- He said, “Behold, it is still the middle of the day, not time to gather the livestock together. Water the sheep, and go and feed them.”
- हिन्दी — उत्पत्ति २९:७
- उसने कहा, “देखो, अभी तो दिन बहुत है, पशुओं के इकट्ठे होने का समय नहीं; इसलिए भेड़-बकरियों को जल पिलाकर फिर ले जाकर चराओ।”
સંદર્ભમાં
૫તેણે તેઓને પૂછ્યું, “શું તમે નાહોરના દીકરા લાબાનને ઓળખો છો?” તેઓએ કહ્યું, “હા, અમે તેને ઓળખીએ છીએ.”
૬તેણે તેઓને પૂછ્યું, “શું તે ક્ષેમકુશળ છે?” તેઓએ કહ્યું, “તે ક્ષેમકુશળ છે. તું સામે જો, તેની દીકરી રાહેલ ઘેટાંને લઈને આવી રહી છે.”
૭યાકૂબે કહ્યું, “હજી તો સાંજ પડી નથી. ઘેટાંને ભેગા કરવાનો સમય થયો નથી. માટે તમે ઘેટાંને પાણી પીવડાવો, પછી તેઓને લઈ જાઓ અને ચરવા દો.”
૮તેઓએ કહ્યું, “ઘેટાંનાં બધાં ટોળાં અને ભરવાડો એકઠાં નહિ થાય ત્યાં સુધી અમે તેઓને પાણી પીવડાવી શકતા નથી. કૂવા પરથી પથ્થર ખસેડાય તે પછી અમે ઘેટાંને પાણી પીવડાવી શકીએ છે.
૯તે તેઓની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ તેના પિતાનાં ઘેટાં લઈને આવી. તે તેઓને ચરાવતી અને સાચવતી હતી.
