ઉત્પત્તિ ૩૦:૨૯
યાકૂબે તેને કહ્યું, “તું જાણે છે કે મેં તારી કેવી ચાકરી કરી છે અને તારાં જાનવરોમાં કેટલો બધો વધારો થયો છે.ઉત્પત્તિ ૩૦:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 30:29
- Jacob said to him, “You know how I have served you, and how your livestock have fared with me.
- हिन्दी — उत्पत्ति ३०:२९
- उसने उससे कहा, “तू जानता है कि मैंने तेरी कैसी सेवा की, और तेरे पशु मेरे पास किस प्रकार से रहे।
સંદર્ભમાં
૨૭લાબાને તેને કહ્યું, “જો, હવે તારી દ્રષ્ટિમાં મેં કૃપા પ્રાપ્ત કરી હોય તો રહે, કેમ કે ઈશ્વર દ્વારા મને જણાયું છે કે તારે લીધે ઈશ્વરે મને ઘણો આશીર્વાદ આપ્યો છે.”
૨૮પછી તેણે કહ્યું, “તારી ઇચ્છા અનુસાર તું જેટલું માંગીશ તેટલું હું તને આપીશ.”
૨૯યાકૂબે તેને કહ્યું, “તું જાણે છે કે મેં તારી કેવી ચાકરી કરી છે અને તારાં જાનવરોમાં કેટલો બધો વધારો થયો છે.
૩૦હું અહીં આવ્યો તે પહેલાં તારી પાસે થોડું હતું અને હવે તે ઘણું વધી ગયું છે. જ્યાં મેં કામ કર્યું છે ત્યાં ઈશ્વરે તને આશીર્વાદ આપ્યો છે. હવે મારા પોતાના ઘર કુટુંબ માટે પણ મારે ઘણું કરવાનું છે. તે હું ક્યારે પૂરું કરીશ?”
૩૧લાબાને કહ્યું, “તને હું શું વેતન આપું?” યાકૂબે કહ્યું, “તું મને કશું જ ન આપીશ. જો તું મારા માટે આટલું કરે તો હું ફરી તારાં ઘેટાંબકરાંને ચારીશ અને તેમને સંભાળીશ.
