ઉત્પત્તિ ૩૩:૧૪
માટે મારા માલિક તારા દાસની આગળ જા. હું સેઈરમાં તારી પાસે આવી પહોંચીશ, ત્યાં સુધી જે જાનવરો મારી આગળ છે તેઓ તથા સંતાનો ચાલી શકે તે પ્રમાણે હું ધીમે ધીમે ચાલતો આવીશ.”ઉત્પત્તિ ૩૩:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 33:14
- Please let my lord pass over before his servant, and I will lead on gently, according to the pace of the livestock that are before me and according to the pace of the children, until I come to my lord to Seir.”
- हिन्दी — उत्पत्ति ३३:१४
- इसलिए मेरा प्रभु अपने दास के आगे बढ़ जाए, और मैं इन पशुओं की गति के अनुसार, जो मेरे आगे हैं, और बच्चों की गति के अनुसार धीरे धीरे चलकर सेईर में अपने प्रभु के पास पहुँचूँगा।”
સંદર્ભમાં
૧૨પછી એસાવે કહ્યું, “ચાલો, આપણે આપણા રસ્તે જઈએ. હું તારી આગળ ચાલીશ.”
૧૩યાકૂબે તેને કહ્યું, “મારા માલિક તું જાણે છે કે સંતાનો કિશોર છે અને બકરીઓનાં તથા અન્ય જાનવરોના બચ્ચાં મારી સાથે છે. જો તેઓને એક દિવસ પણ વધારે લાંબા અંતરે હાંકવામાં આવે તો સર્વ ટોળાં મરી જાય એવું થાય.
૧૪માટે મારા માલિક તારા દાસની આગળ જા. હું સેઈરમાં તારી પાસે આવી પહોંચીશ, ત્યાં સુધી જે જાનવરો મારી આગળ છે તેઓ તથા સંતાનો ચાલી શકે તે પ્રમાણે હું ધીમે ધીમે ચાલતો આવીશ.”
૧૫એસાવે કહ્યું, “મારી સાથેના લોકોમાંથી હું થોડા તારી પાસે રહેવા દઉં છું.” પણ યાકૂબે કહ્યું, “શા માટે? હું મારા માલિકની નજરમાં કૃપા પામું એટલું પૂરતું છે.”
૧૬તેથી તે દિવસે એસાવ સેઈર જવાને પાછો ફર્યો.
