ઉત્પત્તિ ૩૭:૧૯
તેના ભાઈઓએ એકબીજાને કહ્યું, “જુઓ, આ સ્વપ્નપતિ આવી રહ્યો છે.ઉત્પત્તિ ૩૭:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 37:19
- They said to one another, “Behold, this dreamer comes.
- हिन्दी — उत्पत्ति ३७:१९
- और वे आपस में कहने लगे, “देखो, वह स्वप्न देखनेवाला आ रहा है।
સંદર્ભમાં
૧૭તે માણસે કહ્યું, “તેઓ દોથાન તરફ ગયા છે, કેમ કે મેં તેઓને એવું કહેતાં સાંભળ્યાં હતા કે, “ચાલો આપણે દોથાન જઈએ.” યૂસફે પોતાના ભાઈઓની પાછળ જઈને દોથાનમાં તેઓને શોધી કાઢ્યાં.
૧૮તેઓએ તેને દૂરથી જોયો અને તેઓની પાસે તે આવી પહોંચે તે અગાઉ તેને મારી નાખવાને પેંતરો રચ્યો.
૧૯તેના ભાઈઓએ એકબીજાને કહ્યું, “જુઓ, આ સ્વપ્નપતિ આવી રહ્યો છે.
૨૦હવે ચાલો, આપણે તેને મારી નાખીને કોઈએક ખાડામાં નાખી દઈએ. પછી આપણે જાહેર કરીશું કે, ‘કોઈ જંગલી પશુ તેને ખાઈ ગયું છે.’ પછી તેના સ્વપ્નનું શું થાય છે તે આપણે જોઈશું.”
૨૧રુબેને તે સાંભળ્યું અને ભાઈઓના હાથમાંથી તેણે તેને છોડાવ્યો. તેણે કહ્યું, “આપણે તેનો જીવ લેવો નથી.”
