ઉત્પત્તિ ૩૭:૬
તેણે તેઓને કહ્યું, “મેં જે સ્વપ્નમાં જોયું છે તે મહેરબાની કરી સાંભળો.”ઉત્પત્તિ ૩૭:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 37:6
- He said to them, “Please hear this dream which I have dreamed:
- हिन्दी — उत्पत्ति ३७:६
- उसने उनसे कहा, “जो स्वप्न मैंने देखा है, उसे सुनो
સંદર્ભમાં
૪તેના ભાઈઓએ જાણ્યું કે તેઓનો પિતા તેના તમામ દીકરાઓમાંથી યૂસફ પર વિશેષ પ્રેમ કરે છે. તેથી તેઓ તેને નફરત કરતા હતા અને તેની સાથે શુદ્ધ હૃદયથી વાત કરતા નહોતા.
૫યૂસફને સ્વપ્ન આવ્યું અને તેણે તેના ભાઈઓને તેના વિષે કહી સંભળાવ્યું. તેથી તેઓ તેને વધારે નફરત કરવા લાગ્યા.
૬તેણે તેઓને કહ્યું, “મેં જે સ્વપ્નમાં જોયું છે તે મહેરબાની કરી સાંભળો.”
૭આપણે ખેતરમાં અનાજની પૂળીઓ બાંધતા હતા. ત્યારે મારી પૂળી ઊભી થઈ. તેની સામે તમારી પૂળીઓ ચારેતરફ ઊભી રહી. તેઓ મારી પૂળીની આગળ નમી.”
૮તેના ભાઈઓએ તેને કહ્યું, “શું તું ખરેખર અમારા પર રાજ કરશે? શું તું ખરેખર અમારા પર અધિકાર ચલાવશે? “તેઓ તેના સ્વપ્નને લીધે તથા તેની વાતને લીધે તેના પર વધારે નફરત કરવા લાગ્યા.
