ઉત્પત્તિ ૩૮:૨૫
જયારે તેને ત્યાં લાવવામાં આવી ત્યારે તેણે પેલા પુરાવા સાથે તેના સસરાને સંદેશ કહેવડાવ્યો કે, “આ વસ્તુઓ જેની છે, તેનાથી હું ગર્ભવતી થયેલી છું” તેણે કહ્યું, “આ મુદ્રા, અછોડો તથા લાકડી કોનાં છે, તે મહેરબાની કરીને તું ઓળખી લે.”ઉત્પત્તિ ૩૮:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 38:25
- When she was brought out, she sent to her father-in-law, saying, “I am with child by the man who owns these.” She also said, “Please discern whose these are—the signet, and the cords, and the staff.”
- हिन्दी — उत्पत्ति ३८:२५
- जब उसे बाहर निकाला जा रहा था, तब उसने, अपने ससुर के पास यह कहला भेजा, “जिस पुरुष की ये वस्तुएँ हैं, उसी से मैं गर्भवती हूँ,” फिर उसने यह भी कहलाया, “पहचान तो सही कि यह मुहर, और बाजूबन्द, और छड़ी किसकी हैं।”
સંદર્ભમાં
૨૩યહૂદાએ કહ્યું, “તે ભલે તેની પાસે વસ્તુઓ રાખે, રખેને આપણે શરમજનક સ્થિતિમાં મુકાઈએ. તેને લીધે, મેં આ લવારું મોકલ્યું, પણ તને તે મળી નહિ.”
૨૪પછી આશરે ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી કે, “તેની પુત્રવધૂ તામારે વ્યભિચાર કર્યો છે અને તે ગર્ભવતી થઈ છે.” યહૂદાએ કહ્યું, “તેને અહીં લાવો અને સળગાવી દો.”
૨૫જયારે તેને ત્યાં લાવવામાં આવી ત્યારે તેણે પેલા પુરાવા સાથે તેના સસરાને સંદેશ કહેવડાવ્યો કે, “આ વસ્તુઓ જેની છે, તેનાથી હું ગર્ભવતી થયેલી છું” તેણે કહ્યું, “આ મુદ્રા, અછોડો તથા લાકડી કોનાં છે, તે મહેરબાની કરીને તું ઓળખી લે.”
૨૬યહૂદાએ એ વસ્તુઓને ઓળખી અને કહ્યું, “તે મારા કરતાં ન્યાયી છે, કારણ કે મેં તેને મારા દીકરા શેલાને પત્ની તરીકે ન આપી. તે પછી તેણે તેની સાથે સંબંધ બાંધ્યો નહિ.
૨૭તેની પ્રસૂતિના સમયે એમ થયું કે, તેના પેટમાં જોડિયાં બાળકો હતાં.
