ઉત્પત્તિ ૪૦:૧૮
યૂસફે ઉત્તર આપીને કહ્યું, “એનો અર્થ આ છે. તે ત્રણ ટોપલી ત્રણ દિવસ છે.ઉત્પત્તિ ૪૦:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 40:18
- Joseph answered, “This is its interpretation. The three baskets are three days.
- हिन्दी — उत्पत्ति ४०:१८
- यूसुफ ने कहा, “इसका फल यह है: तीन टोकरियों का अर्थ तीन दिन है।
સંદર્ભમાં
૧૬જયારે મુખ્ય રસોઈયાએ જોયું કે ખુલાસાનો અર્થ સારો છે, ત્યારે તેણે યૂસફને કહ્યું, “મને પણ સ્વપ્ન આવ્યું હતું. રોટલી ભરેલી ત્રણ ટોપલીઓ મારા માથા પર હતી.
૧૭ઉપલી ટોપલીમાં ફારુનને માટે સર્વ પ્રકારનાં પકવાન હતાં, પણ મારા માથા પરની એ ટોપલીઓમાંથી પક્ષીઓ ખાઈ જતા હતાં.”
૧૮યૂસફે ઉત્તર આપીને કહ્યું, “એનો અર્થ આ છે. તે ત્રણ ટોપલી ત્રણ દિવસ છે.
૧૯ત્રણ દિવસમાં ફારુન તારું માથું તારા ધડ પરથી દૂર કરશે અને તને ઝાડ પર લટકાવવામાં આવશે. પક્ષીઓ તારું માંસ ખાશે.”
૨૦ત્રીજે દિવસે, એટલે ફારુનના જન્મ દિવસે એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી. તેણે તેના બીજા અધિકારીઓ સમક્ષ કરતાં મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ધ્યાન આપ્યું.
