ઉત્પત્તિ ૪૨:૧૪
યૂસફે તેઓને કહ્યું, “જેમ મેં તમને કહ્યું કે તમે જાસૂસ છો, એ વાત ખરી છે.ઉત્પત્તિ ૪૨:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 42:14
- Joseph said to them, “It is like I told you, saying, ‘You are spies!’
- हिन्दी — उत्पत्ति ४२:१४
- तब यूसुफ ने उनसे कहा, “मैंने तो तुम से कह दिया, कि तुम भेदिए हो;
સંદર્ભમાં
૧૨પણ યૂસફે તેઓને કહ્યું, “ના, તમે તો દેશની જાસૂસી માટે આવ્યા છો.”
૧૩તેઓ બોલ્યા, “અમે તારા દાસો બાર ભાઈઓ છીએ, કનાન દેશના એક માણસના દીકરા છીએ. જુઓ, નાનો ભાઈ અમારા પિતાની પાસે છે અને એક ભાઈનો તો પત્તો નથી.”
૧૪યૂસફે તેઓને કહ્યું, “જેમ મેં તમને કહ્યું કે તમે જાસૂસ છો, એ વાત ખરી છે.
૧૫તેથી તમારી તપાસ કરવામાં આવશે. ફારુનના જીવના સમ કે તમારો નાનો ભાઈ અહીં આવ્યા વિના તમને અહીંથી જવા દેવામાં આવશે નહિ.
૧૬તમે તમારામાંથી એકને મોકલો. તે તમારા ભાઈને લઈને અહીં આવે. તમને કેદમાં રાખવામાં આવશે. તમારી વાતની ખાતરી કરાશે કે તમે સાચું બોલો છો કે નહિ. હું તો ફારુનના સમ ખાઈને કહું છું કે તમે જાસૂસ જ છો.”
