ઉત્પત્તિ ૪૪:૨૪
પછી જયારે અમે અમારા પિતાની પાસે ગયા, ત્યારે અમે તેને અમારા ઘણીએ કહેલા શબ્દો સંભળાવ્યા.ઉત્પત્તિ ૪૪:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 44:24
- When we came up to your servant my father, we told him the words of my lord.
- हिन्दी — उत्पत्ति ४४:२४
- इसलिए जब हम अपने पिता तेरे दास के पास गए, तब हमने उससे अपने प्रभु की बातें कहीं।
સંદર્ભમાં
૨૨અને અમે અમારા ઘણીને કહ્યું, ‘તે છોકરો તેના પિતાથી અલગ થઈ શકે તેમ નથી. કેમ કે જો તે પોતાના પિતાને છોડીને આવે તો તેના પિતાનું મૃત્યુ થવાનો સંભવ છે.”
૨૩અને તેં અમને કહ્યું, ‘જ્યાં સુધી તમારો નાનો ભાઈ તમારી સાથે નહિ આવે ત્યાં સુધી હું તમારી સાથે રૂબરૂ વાત નહિ કરું.’
૨૪પછી જયારે અમે અમારા પિતાની પાસે ગયા, ત્યારે અમે તેને અમારા ઘણીએ કહેલા શબ્દો સંભળાવ્યા.
૨૫પછી અમારા પિતાએ કહ્યું, ‘ફરીથી જાઓ; અને કેટલુંક અનાજ ખરીદી લાવો.’
૨૬પણ અમે કહ્યું, ‘અમારાથી નહિ જવાય. જો અમારો નાનો ભાઈ અમારી સાથે આવે, તો જ અમે જઈએ, કેમ કે અમારા નાના ભાઈને અમારી સાથે લઈ ગયા વગર અમે તે માણસની મુલાકાત કરી શકીશું નહિ.”
