ઉત્પત્તિ ૪૪:૩
સવાર થતાં જ તે માણસો તેમનાં ગધેડાં સાથે રવાના થયા.ઉત્પત્તિ ૪૪:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 44:3
- As soon as the morning was light, the men were sent away, they and their donkeys.
- हिन्दी — उत्पत्ति ४४:३
- सवेरे भोर होते ही वे मनुष्य अपने गदहों समेत विदा किए गए।
સંદર્ભમાં
૧યૂસફે તેના ઘરના કારભારીને આજ્ઞા આપી કે, “આ માણસોની ગૂણોમાં અનાજ ભરી દો. તેઓ ઊંચકી શકે તેટલું અનાજ ભરો અને દરેકની ગૂણોમાં અનાજની ઉપર તેઓએ ચૂકવેલા નાણાં પાછા મૂકીને ગૂણો બંધ કરો.
૨મારો પ્યાલો જે ચાંદીનો છે તે તથા અનાજના નાણાં સૌથી નાના ભાઈની ગૂણમાં ઉપર મૂકો.” યૂસફે કારભારીને જેવું કહ્યું હતું તેમ તેણે કર્યું.
૩સવાર થતાં જ તે માણસો તેમનાં ગધેડાં સાથે રવાના થયા.
૪તેઓ શહેરની બહાર પહોંચ્યા એટલામાં તો યૂસફે પોતાના કારભારીને કહ્યું, “ઊઠ, તે માણસોનો પીછો કર. જયારે તું તેઓની પાસે પહોંચે ત્યારે તેઓને કહેજે, ‘તમે ભલાઈનો બદલો દુષ્ટતાથી શા માટે વાળ્યો છે?
૫મારા માલિકનો પાણી પીવાનો ચાંદીનો પ્યાલો તમે કેમ ચોરી લીધો છે? એ પ્યાલાનો ઉપયોગ તો તે શુકન જોવા માટે પણ કરે છે. આ તમે જે કર્યું છે તે તો દુષ્કૃત્ય છે.’”
