ઉત્પત્તિ ૪૪:૬
કારભારીએ તેમની પાસે પહોંચીને તેઓને આ શબ્દો કહ્યા.ઉત્પત્તિ ૪૪:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 44:6
- He overtook them, and he spoke these words to them.
- हिन्दी — उत्पत्ति ४४:६
- तब उसने उन्हें जा पकड़ा, और ऐसी ही बातें उनसे कहीं।
સંદર્ભમાં
૪તેઓ શહેરની બહાર પહોંચ્યા એટલામાં તો યૂસફે પોતાના કારભારીને કહ્યું, “ઊઠ, તે માણસોનો પીછો કર. જયારે તું તેઓની પાસે પહોંચે ત્યારે તેઓને કહેજે, ‘તમે ભલાઈનો બદલો દુષ્ટતાથી શા માટે વાળ્યો છે?
૫મારા માલિકનો પાણી પીવાનો ચાંદીનો પ્યાલો તમે કેમ ચોરી લીધો છે? એ પ્યાલાનો ઉપયોગ તો તે શુકન જોવા માટે પણ કરે છે. આ તમે જે કર્યું છે તે તો દુષ્કૃત્ય છે.’”
૬કારભારીએ તેમની પાસે પહોંચીને તેઓને આ શબ્દો કહ્યા.
૭તેઓએ તેને કહ્યું, “શા માટે મારો માલિક આ શબ્દો અમને કહે છે? આવું કંઈ પણ તારા સેવકો કદાપિ ન કરો!
૮અગાઉ અમારી ગૂણોમાંથી અમને પાછાં મળેલા નાણાં જયારે અમે કનાનથી પાછા આવ્યા ત્યારે અમે તે પરત લાવ્યા હતા. તો પછી અમે તારા માલિકના ઘરમાંથી સોના અથવા ચાંદીની ચોરી શા માટે કરીએ?
