ઉત્પત્તિ ૪૫:૧૬
ફારુનના કુટુંબમાં આ સમાચાર જણાવાયા કે, “યૂસફના ભાઈઓ આવ્યા છે.” ત્યારે ફારુનને તથા તેના દાસોને તે વાત સારી લાગી.ઉત્પત્તિ ૪૫:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 45:16
- The report of it was heard in Pharaoh’s house, saying, “Joseph’s brothers have come.” It pleased Pharaoh well, and his servants.
- हिन्दी — उत्पत्ति ४५:१६
- इस बात का समाचार कि यूसुफ के भाई आए हैं, फ़िरौन के भवन तक पहुँच गया, और इससे फ़िरौन और उसके कर्मचारी प्रसन्न हुए। (प्रेरि. 7:13)
સંદર્ભમાં
૧૪પછી યૂસફ તેના નાના ભાઈ બિન્યામીનને ભેટીને રડ્યો અને બિન્યામીન પણ તેને ભેટીને રડ્યો.
૧૫તેણે સર્વ ભાઈઓને ચુંબન કર્યું અને તેઓને ભેટીને ગળગળો થયો. તે પછી તેના ભાઈઓએ હૃદય ખોલીને તેની સાથે વાતચીત કરી.
૧૬ફારુનના કુટુંબમાં આ સમાચાર જણાવાયા કે, “યૂસફના ભાઈઓ આવ્યા છે.” ત્યારે ફારુનને તથા તેના દાસોને તે વાત સારી લાગી.
૧૭ફારુને યૂસફને કહ્યું, “તું તારા ભાઈઓને કહે, ‘તમે આમ કરો, તમારાં પશુઓ પર અનાજ લાદીને કનાન દેશમાં જાઓ.
૧૮પછી તમારા પિતાને તથા તમારા સમગ્ર કુટુંબને અહીં મિસરમાં મારી પાસે લઈ આવો. હું તેઓને મિસર દેશનો ઉત્તમ પ્રદેશ રહેવા માટે આપીશ અને દેશની ઉત્તમ પેદાશો તેઓ ખાશે.”
