ઉત્પત્તિ ૪૮:૧
એ બાબતો થયા પછી કોઈએ યૂસફને કહ્યું, “જો, તારો પિતા બીમાર પડ્યો છે.” તેથી તે પોતાના બે દીકરા મનાશ્શાને તથા એફ્રાઇમને સાથે લઈને પિતાની પાસે ગયો.ઉત્પત્તિ ૪૮:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 48:1
- After these things, someone said to Joseph, “Behold, your father is sick.” He took with him his two sons, Manasseh and Ephraim.
- हिन्दी — उत्पत्ति ४८:१
- इन बातों के पश्चात् किसी ने यूसुफ से कहा, “सुन, तेरा पिता बीमार है।” तब वह मनश्शे और एप्रैम नामक अपने दोनों पुत्रों को संग लेकर उसके पास चला।
સંદર્ભમાં
૧એ બાબતો થયા પછી કોઈએ યૂસફને કહ્યું, “જો, તારો પિતા બીમાર પડ્યો છે.” તેથી તે પોતાના બે દીકરા મનાશ્શાને તથા એફ્રાઇમને સાથે લઈને પિતાની પાસે ગયો.
૨યાકૂબને કોઈએ ખબર આપી, “જો, તારો દીકરો યૂસફ તારી પાસે આવી પહોંચ્યો છે,” ત્યારે ઇઝરાયલ બળ કરીને પલંગ પર બેઠો થયો.
૩યાકૂબે યૂસફને કહ્યું, “કનાન દેશના લૂઝમાં સર્વસમર્થ ઈશ્વરે મને દર્શન આપ્યું હતું. તેમણે મને આશીર્વાદ આપીને,
