ઉત્પત્તિ ૪૯:૩
રુબેન, તું મારો જયેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા સામર્થ્યમાં પ્રથમ છે, ગૌરવમાં તથા તાકાતમાં તું ઉત્કૃષ્ટ છે.ઉત્પત્તિ ૪૯:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 49:3
- “Reuben, you are my firstborn, my might, and the beginning of my strength, excelling in dignity, and excelling in power.
- हिन्दी — उत्पत्ति ४९:३
- “हे रूबेन, तू मेरा जेठा, मेरा बल, और मेरे पौरूष का पहला फल है; प्रतिष्ठा का उत्तम भाग, और शक्ति का भी उत्तम भाग तू ही है।
સંદર્ભમાં
૧યાકૂબે તેના દીકરાઓને બોલાવીને કહ્યું, “તમે ભેગા થાઓ કે ભવિષ્યમાં તમારું શું થશે તે હું તમને કહી જણાવું.
૨“યાકૂબના પુત્રો, તમે એકઠા થાઓ અને સાંભળો. તમારા પિતા ઇઝરાયલને સાંભળો.
૩રુબેન, તું મારો જયેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા સામર્થ્યમાં પ્રથમ છે, ગૌરવમાં તથા તાકાતમાં તું ઉત્કૃષ્ટ છે.
૪તું વહેતા પાણી જેવો અસ્થિર હોવાથી અગ્રીમસ્થાનની પ્રતિષ્ઠા પામશે નહિ, તું તારા પિતાની પથારીએ ગયો અને તેને ભ્રષ્ટ કરી; તેં આવું દુરાચરણ કર્યું તેથી સૌ કરતાં તારું સ્થાન ઊતરતું રહેશે.
૫શિમયોન તથા લેવી ભાઈઓ છે. હિંસાખોરીના હથિયારો તેઓની તલવારો છે.
