ઉત્પત્તિ ૭:૧૨
ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી પૃથ્વી પર સતત વરસાદ વરસ્યો.ઉત્પત્તિ ૭:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 7:12
- It rained on the earth forty days and forty nights.
- हिन्दी — उत्पत्ति ७:१२
- और वर्षा चालीस दिन और चालीस रात निरन्तर पृथ्वी पर होती रही।
સંદર્ભમાં
૧૦સાત દિવસ પછી પૃથ્વી પર જળપ્રલય થયો.
૧૧નૂહના આયુષ્યનાં છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમે દિવસે જળનિધિના મોટા ઝરા ફૂટી નીકળ્યા અને આકાશમાંથી મુશળધાર વરસાદ વરસ્યો.
૧૨ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી પૃથ્વી પર સતત વરસાદ વરસ્યો.
૧૩તે જ દિવસે નૂહ, તેના દીકરાઓ શેમ, હામ, યાફેથ તથા તેની પત્ની અને પુત્રવધૂઓ સહિત વહાણમાં ગયો.
૧૪તેઓની સાથે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વન્ય પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પાલતુ પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પેટે ચાલનારાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં મોટાં તથા નાનાં સર્વ પક્ષીઓ વહાણમાં ગયાં.
