ઉત્પત્તિ ૯:૧૮
નૂહના દીકરા જેઓ વહાણમાંથી બહાર આવ્યા તે શેમ, હામ તથા યાફેથ હતા. હામ કનાનનો પિતા હતો.ઉત્પત્તિ ૯:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 9:18
- The sons of Noah who went out from the ship were Shem, Ham, and Japheth. Ham is the father of Canaan.
- हिन्दी — उत्पत्ति ९:१८
- नूह के जो पुत्र जहाज में से निकले, वे शेम, हाम और येपेत थे; और हाम कनान का पिता हुआ।
સંદર્ભમાં
૧૬મેઘધનુષ્ય વાદળમાં દેખાશે અને ઈશ્વર પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાળનો કરાર છે તે યાદ રાખવાને હું ધનુષ્યની સામે જોઈશ.”
૧૭પછી ઈશ્વરે નૂહને કહ્યું, “મારી તથા પૃથ્વી પરના સર્વ સજીવોની વચ્ચે જે કરાર મેં સ્થાપિત કર્યો છે તેનું આ ચિહ્ન છે.”
૧૮નૂહના દીકરા જેઓ વહાણમાંથી બહાર આવ્યા તે શેમ, હામ તથા યાફેથ હતા. હામ કનાનનો પિતા હતો.
૧૯નૂહના આ ત્રણ દીકરાઓ હતા. તેઓથી આખી પૃથ્વી પર વસ્તી થઈ.
૨૦નૂહ ખેતી કરવા લાગ્યો અને તેણે દ્રાક્ષવાડી રોપી.
