Skip to content
Methodist Church Nadiad
તું કીર્તિને બદલે શરમથી ઘાયલ છે, તું પી અને તારી પોતાની વસ્ત્રહીન અવસ્થાને પ્રગટ કર! યહોવાહના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે, તારી કીર્તિને થૂંકી નાખવામાં આવશે.

હબાક્કુક ૨:૧૬ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishHabakkuk 2:16
You are filled with shame, and not glory. You will also drink and be exposed! The cup of the LORD’s right hand will come around to you, and disgrace will cover your glory.
हिन्दीहबक्कूक २:१६
तू महिमा के बदले अपमान ही से भर गया है। तू भी पी, और अपने को खतनाहीन प्रगट कर! जो कटोरा यहोवा के दाहिने हाथ में रहता है, वह घूमकर तेरी ओर भी जाएगा, और तेरा वैभव तेरी छाँट से अशुद्ध हो जाएगा।

સંદર્ભમાં

૧૪કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ દેશ યહોવાહના ગૌરવના જ્ઞાનથી ભરાઈ જશે.

૧૫તું તારા પડોશીને મદ્યપાન કરાવે છે, ઝેર ઉમેરીને તેને નશાથી ચૂર બનાવે છે કે જેથી તું તેની વસ્ત્રહીન અવસ્થા જોઈ શકે, તને અફસોસ!’

૧૬તું કીર્તિને બદલે શરમથી ઘાયલ છે, તું પી અને તારી પોતાની વસ્ત્રહીન અવસ્થાને પ્રગટ કર! યહોવાહના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે, તારી કીર્તિને થૂંકી નાખવામાં આવશે.

૧૭લબાનોન પર કરેલી હિંસા તને ઢાંકી દેશે, પશુઓનો વિનાશ તને ભયભીત બનાવી દેશે, માણસોના રક્તપાતને કારણે અને દેશમાં, નગરોમાં તથા બધા રહેવાસીઓ સાથે કરેલી હિંસાને કારણે એ પ્રમાણે થશે.

૧૮મૂર્તિકારે મૂર્તિ ઘડી છે. માણસે બનાવેલી મૂર્તિઓથી તથા ઢાળેલી મૂર્તિઓ જે જુઠાણાનો શિક્ષક છે; તેઓનાથી તને શો ફાયદો છે? કેમ કે તે પોતાના હાથના કામ પર વિશ્વાસ કરીને આ મૂંગા દેવો બનાવે છે.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.