હબાક્કુક ૩:૪
તેમના હાથોમાંથી પ્રકાશની જેમ કિરણો ચમકે છે ત્યાં જ તેમનું સામર્થ્ય ગુપ્ત રહેલું છે.હબાક્કુક ૩:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Habakkuk 3:4
- His splendor is like the sunrise. Rays shine from his hand, where his power is hidden.
- हिन्दी — हबक्कूक ३:४
- उसकी ज्योति सूर्य के तुल्य थी, उसके हाथ से किरणें निकल रही थीं; और इनमें उसका सामर्थ्य छिपा हुआ था।
સંદર્ભમાં
૨હે યહોવાહ, તમારા વિષે મેં બયાન સાંભળ્યું છે અને મને બીક લાગી. યહોવાહ, ચાલ્યા જતા સમયોમાં તમારા કામનું પુનર્જીવન કરો; આ વર્ષોમાં તેને પ્રગટ કરો; તમારા ક્રોધમાં પણ દયાને યાદ કરો!
૩ઈશ્વર તેમાનથી આવે છે, પવિત્ર દેવ પારાન પર્વતથી આવે છે. સેલાહ તેમનો વૈભવ આકાશોને ઢાંકી દે છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર છે.
૪તેમના હાથોમાંથી પ્રકાશની જેમ કિરણો ચમકે છે ત્યાં જ તેમનું સામર્થ્ય ગુપ્ત રહેલું છે.
૫મહામારી તેમની આગળ ચાલે છે, મરકી તેમના પગ પાછળથી જાય છે.
૬તે ઊભા રહીને પૃથ્વીને હલાવે છે; તે નજર કરીને પ્રજાને વિખેરી નાખે છે. અચળ પર્વતોના ટુકડે ટુકડા થઈ ગયા છે, સનાતન ટેકરીઓ નમી ગઈ છે! તેમના માર્ગો સનાતન છે.
