હાગ્ગાય ૧:૪
“જયારે આ સભાસ્થાન ઉજ્જડ પડી રહેલું છે, ત્યારે તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ સમય છે શું?”હાગ્ગાય ૧:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Haggai 1:4
- “Is it a time for you yourselves to dwell in your paneled houses, while this house lies waste?
- हिन्दी — हाग्गै १:४
- “क्या तुम्हारे लिये अपने छतवाले घरों में रहने का समय है, जबकि यह भवन उजाड़ पड़ा है?
સંદર્ભમાં
૨સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે, “આ લોકો કહે છે કે, યહોવાહનું સભાસ્થાન બાંધવાનો સમય હજુ આવ્યો નથી.”
૩ત્યારે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાહનું વચન આવ્યું કે,
૪“જયારે આ સભાસ્થાન ઉજ્જડ પડી રહેલું છે, ત્યારે તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ સમય છે શું?”
૫માટે સૈન્યોના યહોવાહ આ કહે છે કે, ‘તમારા હૃદયનાં માર્ગો વિષે વિચાર કરો!
૬“તમે ઘણું વાવ્યું છે, પણ થોડી જ ફસલ લાવ્યા છો; તમે ખાઓ છો, પણ ધરાઈને નહિ; તમે પીઓ છો ખરા પણ તૃપ્ત થતા નથી. તમે વસ્ત્રો પહેરો છો પણ તે તમને ગરમી આપતાં નથી; જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે!’
