હાગ્ગાય ૧:૭
સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, ‘તમારા હૃદયનાં માર્ગો વિષે વિચાર કરો!હાગ્ગાય ૧:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Haggai 1:7
- “This is what the LORD of Armies says: ‘Consider your ways.
- हिन्दी — हाग्गै १:७
- “सेनाओं का यहोवा तुम से यह कहता है, अपने-अपने चाल चलन पर सोचो।
સંદર્ભમાં
૫માટે સૈન્યોના યહોવાહ આ કહે છે કે, ‘તમારા હૃદયનાં માર્ગો વિષે વિચાર કરો!
૬“તમે ઘણું વાવ્યું છે, પણ થોડી જ ફસલ લાવ્યા છો; તમે ખાઓ છો, પણ ધરાઈને નહિ; તમે પીઓ છો ખરા પણ તૃપ્ત થતા નથી. તમે વસ્ત્રો પહેરો છો પણ તે તમને ગરમી આપતાં નથી; જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે!’
૭સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, ‘તમારા હૃદયનાં માર્ગો વિષે વિચાર કરો!
૮પર્વતો પર જાઓ, લાકડાં લાવો, મારું સભાસ્થાન બાંધો; તેનાથી હું ખુશ થઈશ અને હું મહિમાવાન થઈશ!’
૯તમે ઘણાંની આશા રાખતા હતા, પણ જુઓ, તમે થોડું જ લઈને ઘરે આવ્યા, કેમ કે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું. શા માટે?’ ‘કેમ કે જ્યારે દરેક માણસ ખુશીથી પોતપોતાના ઘરે જાય છે ત્યારે મારું સભાસ્થાન ઉજ્જડ પડી રહ્યું છે.
