હિબ્રૂઓને પત્ર ૧:૫
કેમ કે ઈશ્વરે સ્વર્ગદૂતોને ક્યારે એવું કહ્યું કે, ‘તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે?’” અને વળી, ‘હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે?’”હિબ્રૂઓને પત્ર ૧:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hebrews 1:5
- For to which of the angels did he say at any time, “You are my Son. Today I have become your father?” and again, “I will be to him a Father, and he will be to me a Son?”
- हिन्दी — इब्रानियों १:५
- क्योंकि स्वर्गदूतों में से उसने कब किसी से कहा, “तू मेरा पुत्र है; आज मैं ही ने तुझे जन्माया है?” और फिर यह, “मैं उसका पिता होऊँगा, और वह मेरा पुत्र होगा?” (2 शमू. 7:14, 1 इति. 17:13, भज. 2:7)
સંદર્ભમાં
૩તેઓ ઈશ્વરના મહિમાનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે, પોતાના પરાક્રમના શબ્દથી તેઓ સર્વને નિભાવી રાખે છે; તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત કરી, આપણને શુદ્ધ કરી, મહાન પિતાની જમણી તરફ ઉચ્ચસ્થાને બિરાજેલા છે.
૪તેમને સ્વર્ગદૂતો કરતાં જેટલાં પ્રમાણમાં ઉચ્ચતમ નામ વારસામાં મળ્યું છે, તેટલાં પ્રમાણમાં તે તેઓ કરતાં ઉત્તમ છે.
૫કેમ કે ઈશ્વરે સ્વર્ગદૂતોને ક્યારે એવું કહ્યું કે, ‘તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે?’” અને વળી, ‘હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે?’”
૬વળી જયારે તે પ્રથમજનિતને દુનિયામાં લાવે છે, ત્યારે તે કહે છે કે, ‘ઈશ્વરના સર્વ સ્વર્ગદૂતો તેમનું ભજન કરો.’”
૭વળી સ્વર્ગદૂતો સંબંધી તે એમ કહે છે કે, ‘તે પોતાના સ્વર્ગદૂતોને વાયુરૂપ, અને પોતાના સેવકોને અગ્નિની જ્વાળારૂપ કરે છે.’”
