હિબ્રૂઓને પત્ર ૧૦:૩૧
જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ અતિ ભયંકર છે.હિબ્રૂઓને પત્ર ૧૦:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hebrews 10:31
- It is a fearful thing to fall into the hands of the living God.
- हिन्दी — इब्रानियों १०:३१
- जीविते परमेश्वर के हाथों में पड़ना भयानक बात है।
સંદર્ભમાં
૨૯તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે કચડ્યા છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયા હતા તેમને અશુદ્ધ ગણ્યા છે અને જેણે કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત શિક્ષાને પાત્ર થશે, તે વિષે તમે શું ધારો છો?
૩૦કેમ કે ‘બદલો વાળવો એ મારું કામ છે, હું બદલો વાળી આપીશ.’” ત્યાર બાદ ફરી, ‘પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,’ એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ.
૩૧જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ અતિ ભયંકર છે.
૩૨પણ પહેલાના દિવસોનું સ્મરણ કરો, કે જેમાં તમે પ્રકાશિત થયા પછી,
૩૩પહેલાં તો નિંદાઓથી તથા સંકટથી તમે અપમાનરૂપ જેવા થયા અને પછી તો જેઓને સતાવાયા હતા તેઓના ભાગીદાર થઈને દુઃખોનો ભારે હુમલો સહન કર્યો.
