હિબ્રૂઓને પત્ર ૬:૧૩
કેમ કે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું ત્યારે પોતાના કરતાં કોઈ મોટો ન હતો કે જેનાં સમ તે ખાય, માટે તેણે પોતાના જ સમ ખાઈને કહ્યું કે,હિબ્રૂઓને પત્ર ૬:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hebrews 6:13
- For when God made a promise to Abraham, since he could swear by no one greater, he swore by himself,
- हिन्दी — इब्रानियों ६:१३
- और परमेश्वर ने अब्राहम को प्रतिज्ञा देते समय जबकि शपथ खाने के लिये किसी को अपने से बड़ा न पाया, तो अपनी ही शपथ खाकर कहा,
સંદર્ભમાં
૧૧અને અમે અંતઃકરણપૂર્વક ઇચ્છા રાખીએ છીએ, કે તમારામાંનો દરેક, આશામાં પરિપૂર્ણ થવાને અર્થે, એવો જ ઉત્સાહ અંત સુધી દર્શાવી રાખે,
૧૨માટે તમે મંદ ન પડો, પણ જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે, તેઓનું અનુસરણ કરો.
૧૩કેમ કે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું ત્યારે પોતાના કરતાં કોઈ મોટો ન હતો કે જેનાં સમ તે ખાય, માટે તેણે પોતાના જ સમ ખાઈને કહ્યું કે,
૧૪ખરેખર હું તને આશીર્વાદ આપીશ જ, અને તારાથી મહાન પ્રજા ઉત્પન્ન કરીશ.’”
૧૫એ પ્રમાણે, ધીરજ રાખ્યા પછી તે વચનનું ફળ પામ્યો.
